શ્રી એસ.વી.દોશી હાઈસ્કૂલ કુંભણ ખાતે ફયુચર ઓફ કુંભણ એવોર્ડસ ૨૦૧૯ નું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં શાળાનાં ચેરમેન શ્રી બિપીનભાઈ દોશી તથા બિપીનભાઈ જૈન, યુગેશભાઈ તથા તેમના ધર્મપત્નિઓ પણ મુંબઈ થી આવીને હાજરી આપી હતી. તેમજ સ્થાનિક કક્ષાએ મહુવા APMC ના ચેરમેન ઘનશ્યમભાઈ પટેલ, ભાવનગર જીલ્લા પંચાયત સદસ્ય શ્રી મંગાભાઈ ચકાણી, તેમજ નામી અનમી અનેક મહેમાનોએ તથા વિદ્યાર્થી ભાઈ-બહેનો તેમજ મોટી સંખ્યામાં વાલીગણ ગામ તથા આજુબાજુનાં ગામો માંથી પધારીને કાર્યક્રમમાં પધાર્યા હતા.તેમાં વર્ષ ૨૦૧૯ ની પરીક્ષામાં શાળામાં ધોરણ ૯ થી ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ટોપ ૩ વિદ્યાર્થીઓને ફ્યુચર ઓફ કુંભણ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.અને સાથે સાથે વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્ર્મ રજુ કરી કાર્યક્ર્મને વધારે રસપ્રદ બનાવ્યો હતો
News
એસ.બી.આઈ કુંભણ અને શ્રી એસ.વી.દોશી હાઈસ્કૂલ કુંભણ સંયુક્ત ઉપક્ર્મે કુંભણ ગામે વૃક્ષારોપણ
એસ.બી.આઈ કુંભણ અને શ્રી એસ.વી.દોશી હાઈસ્કૂલ કુંભણ સંયુક્ત ઉપક્ર્મે કુંભણ ગામે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ.તેમા એસ.બી.આઈ શાખા કુંભણ સ્ટાફ,એસ.વી.દોશી હાઈસ્કૂલ કુંભણ સ્ટાફ,વિદ્યાર્થી ભાઈઓ-બહેનો તેમજ ગ્રામજનો ઉત્સાહ પૂર્વક જોડાયા હતા.
વિશ્વ યોગ દિવસની ઉજવણી
શ્રીમતિ સૂરજબેન વિનોદરાય દોશી હાઈસ્કૂલ કુંભણ ખાતે આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.તેમાં કાર્યક્ર્મની શરૂઆત પ્રાર્થનાથી અને શાળાનાં ટ્ર્સ્ટ મેમ્બર શ્રી રમેશભાઈ શિરોયા ના હસ્તે દિપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી.ત્યારબાદ આચાર્યશ્રી મુકેશભાઈ ચૌહાણે વિદ્યાર્થીઓને યોગ દિવસની વાસ્તવિક્તાથી અવગત કરાવ્યા હતા.અને ત્યારબાદ વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક યોગ પ્રાણાયમ અને આસનો કર્યા હતા આમ ખુબ જ ઉત્સાહ પૂર્વક યોગ દિવસની ઉજવણી કરી હતી.
શાળાની શુભેચ્છા મુલાકાતે
આજરોજ શ્રી એસ.વી.દોશી હાઈસ્કૂલ કુંભણ ખાતે શાળાના ચેરમેન અને દાતાશ્રી બિપીનભાઈ વી.દોશી અને રીટાબેન દોશી તથા કેતનાબેન દોશી અને “શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર” આશ્રમમાંથી શ્રી અનિતાબેન તથા શ્રધ્ધાબેન પણ શાળાની શુભેચ્છા મુલાકાતે પધારેલ.અને વિદ્યાર્થીઓને જુદી જદી પ્રવૃતિઓ સાથે શિક્ષણકાર્ય પણ કરાવેલ.અને વિદ્યાર્થી ભાઈ-બહેનો પણ ઉત્સાહ જોડાયેલ.
Farewell ceremony (વિદાય સમારંભ)
શ્રી એસ.વીદોશી હાઈસ્કૂલ કુંભણ ખાતે ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાઈ ગયો, જેમાં કાર્યક્રમનાં મુખ્ય અતિથી તરીકે ભાગવત કથાકાર પૂજ્ય શ્રી શરદભાઈ વ્યાસ,કુંભણ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી હોથીભાઈ જાજડા તથા ઉપસરપંચશ્રીએ હાજરી આપી હતી અને પ્રસંગને અનુરુપ સંબોધન કર્યુ હતું,કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ ભાવુક બની ગયા હતા,ત્યારબાદ વિદ્યાર્થીઓમાં આઈસ્ક્રીમનું વિતરણ કરી અને મોં મીઠા કરાવ્યા હતા. આ ઉપરાંત આ પ્રસંગ નિમિત્તે વિદાયલેતા વિદ્યાર્થીઓએ શાળાને જરુરી સામાનની ભેટ પણ આપી હતી.
Educational Tour
શ્રી સૂરજબેન વિનોદરાય દોશી હાઈસ્કૂલ કુંભણમાં શૈક્ષણિક પ્રવાસ “ સૌરાષ્ટ્રની એક સફર “ નું આયોજન કરવામાં આવ્યુ હતું.જેમાં વિદ્યાર્થી બહેનો તથા ભાઈઓ ઉત્સાહભેર પ્રવાસનો આનંદ માણ્યો હતો.જેમા સૌરાષ્ટ્ર વિસ્તાર ના અલગ- અલગ સ્થળો તથા તીર્થ સ્થાનોની મુલાકાત લેવામાં આવી હતી.પ્રવાસનો સમયગાળો ૪-દિવસ અને ૩ રાત્રી હતો.સાથે સાથે શાળાનાં ચેરમેન બિપીનભાઈના મિત્ર એવા વિક્રમભાઈ તન્નાનો સારો એવો સહકાર મળ્યો હતો તેમણે શાળામાંથી ગયેલ પ્રવાસીઓ માટે રહેવા જમવાની ,સવારે ચા-નાસ્તો તેમજ સોમનાથ મહાદેવ મંદિરમાં પ્રદર્શિત થતા લાઈટ શો-માટેની વ્યવસ્થા પણ કરી આપીહતી.આમ વિક્રમભાઈએ આ વ્યવસ્થા કરી અને સાથે ખડેપગે ઉભારહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.જેનો શાળા પરિવાર આભારી છે.સાથે શાળાનાં ટ્રસ્ટ્રી એવા મગનદાદા બુટાણી પણ સાથી રહીને માર્ગદર્શન પુરૂ પાડયુ હતુ.અને શિક્ષકમિત્રોએ જરૂરપડે ત્યા ખડેપગે ઉભા રહીને વ્યવસ્થા સંભાળી હતી.
Worlds AIDS Day Celebrations
આજ રોજ (1st Dec '18) શ્રી એસ.વી.દોશી હાઈસ્કૂલ – કુંભણમાં વિશ્વ એઈડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓને રેડ રીબીન બાંધી એચ.આઈ.વી./એઈડ્સ અંગેની સંપુર્ણ માહીતીઓ આપવામાં આવી હતી. તથા એચ.આઈ.વી./એઈડ્સ અંગેનું નાનુ પિક્ચર બતાવવામાં આવ્યું હતું. મુકેશભાઈ ચૌહાણ તથા શાળાના તમામ સ્ટાફ ગણ (આચાર્ય શ્રી એસ.વી.દોશી હાઈસ્કૂલ – કુંભણ), નરેન્દ્રભાઈ મકવાણા (સામાજિક કાર્યકર), સાગરભ ...