Skip to the content

News

ધોરણ ૧૦ અને ૧૨ નો વિદાય/શુભેચ્છા સમારંભ યોજાયો.

શ્રી એસ.વી.દોશી હાઈસ્કૂલ કુંભણમાં શિક્ષણવિદ્દ અને કાર્યક્રમનાં મુખ્ય અતિથીશ્રી ડો. છાયાબેન પારેખના સાનિધ્યમાં ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થી ભાઈઓ-બહેનોને વિદાય/શુભેચ્છા અપાઈ. આ કાર્યક્રમાં પ્રસંગને અનુરૂપ વિદ્યાર્થી ભાઈ-બહેનો દ્વારા ગીતો,વક્તવ્યો અને પ્રતિભાવો રજુ થયા અને  ડો. છાયબેન પારેખ દ્વારા વિદ્યાર્થીઓને ભય મુક્ત થઈને કેવી રીતે પરિક્ષા આપવી, કેવી રીતે પરીક્ષાની તૈયારી કરવી, સારુ પરિણામ પ્રાપ્ત કરવા કેવા પ્રયત્નો કરવા અને કારકિર્દી કેમ ઘડવી વગેરે બાબતે ઉંડાણપૂર્વક વિદ્યાર્થીઓને ખુબ જ  સરળતાથી સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓને ટ્ર્સ્ટ્રીશ્રીઓ, આચાર્યશ્રી તથા સમગ્ર સ્ટાફ્ગણ દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવેલ.અને કાર્યક્રમમાં અંતમાં તમામ વિદ્યાર્થીઓએ સમુહ ભોજન લીધા પછી છુટા પડેલ.

Live Sketches with Shree S.V.Doshi Highschool Kumbhan

National AWARD Winner Mr.Vikas Shiyal visited Shree S.V.Doshi highschool Kumbhan and showed Live Demo of making different sketch arts to students and motivated to student for how getting success in life...

શ્રીમતિ કે.બે.પારેખ કોલેજ ઓફ કમ્પ્યુટર સાયન્સ દ્વારા “ સોસિયલ મિડીયા “ પર સેમિનાર

શ્રીમતિ સુરજબેન વિનોદરાય દોશી હાઈસ્કૂલ કુંભણનાં પટાંગણમાં શ્રીમતિ કે. બી.પારેખ કોલેજ ઓફ કમ્પ્યુટર સાયન્સ દ્વારા સોસિયલ મિડીયા ના વિષય પર એક સેમિનાર રાખવામાં આવ્યો હતો. જેમાં શ્રીમતિ કે.બી.પારેખના પ્રાધ્યાપક શ્રી વિનોદભાઈ એમ. મકવાણા તથા વિદ્યાર્થી શ્રી પ્રણવ સંચાણીયા અને કુમારી ભાવિકાબેન દવેએ સોસિયલ મિડીયાના ફાયદાઓ અને ગેરફાયદાઓ વિશે શાળાના વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. આ કાર્યક્ર્મમાં શ્રીમતિ સૂરજબેન વિનોદરાય દોશી હાઈસ્કૂલ કુંભણનો સ્ટાફગણ તેમજ તમામવિદ્યાર્થી ભાઈઓ-બહેનો હાજર રહ્યા હતા.