પરમ પૂજ્ય શ્રી શરદભાઈ વ્યાસ પ્રેરિત શાળા શ્રી એસ.વી.દોશી હાઈસ્કૂલ કુંભણમાં તા.૧૨/૦૧/૨૦૨૪ ના રોજ GETCO (ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લી.)ની ટીમ દ્વારા ઉતરાયણમાં પતંગ ચગાવતી વખતે વીજ-પોલ કે વીજળીની ચાલુ લાઈન થી કેવી રીતે સાવચેતી રાખવી અને ઉતરાયણમાં બેદરકારી ના લીધે કેવા પ્રકારના અકસ્માત થઈ શકે અને તેનાથી કેવી રીતે બચવુ તે બાબતે સેમિનારનુ આયોજન કરવામા આવ્યુ હતુ. તથા તમામ વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા.જે પ્રસ્તુત તસ્વીરમાં દ્રશ્યમાન થાય છે.
News
સરદાર પટેલ સ્નાતક મિત્ર મંડ્ળ – મહુવા અને વર્ક ફોર સોશ્યલ ફાઉન્ડેશન – મહુવા દ્વારા શ્રી એસ.વી.દોશી હાઈસ્કૂલ- કુંભણ ખાતે વિશ્વ એઈડ્સ દિવસની ઉજવણી કરવામા આવી.
આજે તા.૦૧/૧૨/૨૦૨૩ ને શુક્રવારના રોજ શ્રી શરદભાઈ વ્યાસ પ્રેરિત શ્રી એસ.વી.દોશી હાઈસ્કૂલ કુંભણમા વિશ્વ એઈડ્સ દિન નિમિત્તે જન જાગ્રૂતિ સેમિનારનુ આયોજન વર્ક ફોર સોશ્યલ ફાઉન્ડેશન – મહુવા અને સરદાર પટેલ સ્નાતક મિત્ર મંડ્ળ – મહુવા દ્વારા કરવામા આવ્યુ હતુ. જેમા શાળાનાં બાળકોને એઈડ્સ વિશે માહિતી તેમજ તેના કારણો, તે ના ફેલાય તેના માટે શુ કાળજી લેવી,વગેરે તથા લોકોમા અવેરનેસ આવે તેવા પ્રયત્નો કરવમા આવેલ હતા. તથા વિદ્યાર્થીઓને HIV લગતા મુંજવતા પ્રશ્નોનુ નિરાકરણ આપ્યુ હતુ.આ તકે મકવાણા નરેન્દ્રભાઈ (સામાજીક કાર્યકર ), ગોહિલ સાગરભાઈ તથા વર્ક ફોર સોશ્યલ ફાઉન્ડેશન –મહુવાની ટીમ, અને ગોહિલ બકુલભાઈ (પ્રોજેક્ટ મેનેજર) તથા સરદાર પટેલ સ્નાતક મિત્ર મંડ્ળ – મહુવા ની ટીમ ઉપસ્થિત રહેલ હતી. આ સેમિનાર માટે શ્રી એસ.વી.દોશી હાઈસ્કૂલ કુંભણને પસંદ કરવા માટે આપનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે.
શ્રી એસ.વી.દોશી હાઈસ્કૂલ કુંભણમા જૈનાચાર્યશ્રી વિજય રાજહંસસૂરિજીના પાવન પગલા
પરમ પૂજ્યશ્રી નેમિસૂરિશ્વરજી મહરાજના ૧૫૦મા જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે મહુવા નગરની ધન્યધરા પર ચતુર્માસ માટે સમર્થ જૈનાચાર્ય શ્રી વિજય રાજહંસસૂરિજી મહારાજ પધારેલ.જેઓએ તા.૩૦/૧૧/૨૦૨૩ ને ગુરૂવાર ને સવારે ૭:૦૦ કલાકે કુંભણ ગામની પૂજ્ય શ્રી શરદભાઈ વ્યાસ પ્રેરિત સ્કૂલ શ્રી એસ.વી.દોશી હાઈસ્કૂલમા પધારી શાળાને પાવન કરેલ અને શાળાની બહેનો દ્વારા તેમનુ સામૈયુ લઈ સ્વાગત કરવામા આવેલ.ત્યારબાદ સૌએ પ્રાર્થનખંડમા નમસ્કાર મહામંત્ર સાથે પ્રાર્થના કરી હતી.અને મહારાજશ્રીએ સૌને આશિર્વાદ આપ્યા હતા.ત્યારબાદ ઢોલ શરણાઈના સૂર તેમજ વિદ્યાર્થીઓ દ્વારા લેજીમના સંગીત સાથે અને સામૈયા સાથે કુંભણ ગામની મધ્યમા આવેલ એવા જૈન દેરાસર તરફ પ્રયાણ કર્યુ હતુ. તેમજ કુંભણ-તાવેડા જૈન સંઘ તરફથી સામૈયુ લેનાર તમામ બહેનો તેમજ લેજીમ સંગીત વગાડનાર ભાઈઓનેપ્રોત્સાહક રાશી આપી પ્રોત્સાહિત કર્યા હતા.
વિશ્વ યોગ દિવસની ઉજવણી
શ્રીમતિ સૂરજબેન વિનોદરાય દોશી હાઈસ્કૂલ કુંભણ ખાતે આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.શાળાના શિક્ષક શ્રી જતીનભાઈ વાઘેલાએ બધાને યોગ તથા પ્રાણાયામ કરાવ્યા હતા તથા યોગનું જીવનમાં મહત્વ સમજાવ્યું હતું.અને વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક યોગ પ્રાણાયામ અને આસનો કર્યા હતા અને ત્યારબાદ આચાર્યશ્રી મુકેશભાઈ ચૌહાણે વિદ્યાર્થીઓને યોગ દિવસની વાસ્તવિક્તાથી અવગત કરાવ્યા હતા. આમ ખુબ જ ઉત્સાહ પૂર્વક યોગ દિવસની ઉજવણી કરી હતી.
શ્રી ગણેશ ઉત્સવની ઉજવણી
શ્રીમતિ સૂરજબેન વિનોદરાય દોશી હાઈસ્કૂલ કુંભણમાં વિદ્યાર્થીઓ દ્વારા ખુબ જ ઉત્સાહ –ગૌરવ અને ભક્તિભાવ પૂર્વક શ્રી ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા દરરોજ આરતી કરવામાં આવતી હતી ત્યારબાદ બહેનોએ એક દિવસ માટે મરાઠી વેશભૂષામાં અને ભાઈઓ કાઠીયાવાડી અંદાજમાં શ્રી ગણેશજીની આરાધના કરી હતી . અને એક દિવસ માટે શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ માટે મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.આમ શાળામાં ઉત્સાહ અને ઉમંગભેર દૂંદાળા દેવની આરાધના કરવામાં આવી હતી.