શ્રીમતિ સૂરજબેન વિનોદરાય દોશી હાઈસ્કૂલ કુંભણમાં ૫ મી સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ શાળાના વિદ્યાર્થી ઓ દ્વારા ખુબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ભવ્યરીતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાનાં વિદ્યાર્થીઓએ એક દિવસ માટે શિક્ષકની ભુમિકા ભજવી હતી અને સાથે સાથે માધ્યમિક અને ઉચ્ચ્ત્તર એમ બન્ને વિભાગમાં પ્રથમ ,દ્વિતિય અને તૃતિય એમ ત્રણ ત્રણ નંબર આપી તેઓને પ્રોત્સાહિત પણ કર્યા હતા એ ઉપરાંત શાળાનાં બધા વિદ્યાર્થીઓ માટે બપોરનાં ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ જે પ્રસ્તુત તસ્વીરોમાં દ્રશ્યમાન થાય છે
News
ધોરણ ૧૦ અને ૧૨ નો વિદાય/શુભેચ્છા સમારંભ યોજાયો.
શ્રી એસ.વી.દોશી હાઈસ્કૂલ કુંભણમાં શિક્ષણવિદ્દ અને કાર્યક્રમનાં મુખ્ય અતિથીશ્રી ડો. છાયાબેન પારેખના સાનિધ્યમાં ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થી ભાઈઓ-બહેનોને વિદાય/શુભેચ્છા અપાઈ. આ કાર્યક્રમાં પ્રસંગને અનુરૂપ વિદ્યાર્થી ભાઈ-બહેનો દ્વારા ગીતો,વક્તવ્યો અને પ્રતિભાવો રજુ થયા અને ડો. છાયબેન પારેખ દ્વારા વિદ્યાર્થીઓને ભય મુક્ત થઈને કેવી રીતે પરિક્ષા આપવી, કેવી રીતે પરીક્ષાની તૈયારી કરવી, સારુ પરિણામ પ્રાપ્ત કરવા કેવા પ્રયત્નો કરવા અને કારકિર્દી કેમ ઘડવી વગેરે બાબતે ઉંડાણપૂર્વક વિદ્યાર્થીઓને ખુબ જ સરળતાથી સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓને ટ્ર્સ્ટ્રીશ્રીઓ, આચાર્યશ્રી તથા સમગ્ર સ્ટાફ્ગણ દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવેલ.અને કાર્યક્રમમાં અંતમાં તમામ વિદ્યાર્થીઓએ સમુહ ભોજન લીધા પછી છુટા પડેલ.
Live Sketches with Shree S.V.Doshi Highschool Kumbhan
National AWARD Winner Mr.Vikas Shiyal visited Shree S.V.Doshi highschool Kumbhan and showed Live Demo of making different sketch arts to students and motivated to student for how getting success in life...
શ્રીમતિ કે.બે.પારેખ કોલેજ ઓફ કમ્પ્યુટર સાયન્સ દ્વારા “ સોસિયલ મિડીયા “ પર સેમિનાર
શ્રીમતિ સુરજબેન વિનોદરાય દોશી હાઈસ્કૂલ કુંભણનાં પટાંગણમાં શ્રીમતિ કે. બી.પારેખ કોલેજ ઓફ કમ્પ્યુટર સાયન્સ દ્વારા “ સોસિયલ મિડીયા “ ના વિષય પર એક સેમિનાર રાખવામાં આવ્યો હતો. જેમાં શ્રીમતિ કે.બી.પારેખના પ્રાધ્યાપક શ્રી વિનોદભાઈ એમ. મકવાણા તથા વિદ્યાર્થી શ્રી પ્રણવ સંચાણીયા અને કુમારી ભાવિકાબેન દવેએ સોસિયલ મિડીયાના ફાયદાઓ અને ગેરફાયદાઓ વિશે શાળાના વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. આ કાર્યક્ર્મમાં શ્રીમતિ સૂરજબેન વિનોદરાય દોશી હાઈસ્કૂલ કુંભણનો સ્ટાફગણ તેમજ તમામવિદ્યાર્થી ભાઈઓ-બહેનો હાજર રહ્યા હતા.
રંગોળી સ્પર્ધા,મહેંદી સ્પર્ધા અને દિવાળી કાર્ડ સ્પર્ધાનુ આયોજન
શ્રીમતિ સૂરજબેન વિનોદરાય દોશી હાઈસ્કૂલ કુંભણમાં રંગોળી સ્પર્ધા,મહેંદી સ્પર્ધા અને દિવાળી કાર્ડ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.અને તેમના 1 થી 3 નંબર પણ આપવામાં આવ્યા હતા.
ભાવનગર જિલ્લા રોજગાર નિયામક કચેરી દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો.
પૂજ્યશ્રી શરદભાઈ વ્યાસ પ્રેરિત શ્રીમતિ સૂરજબેન વિનોદરાય દોશી હાઈસ્કૂલ કુંભણ ખાતે તા.૭ સપ્ટેમ્બર ના રોજ ભાવનગર જિલ્લા રોજગાર નિયામક કચેરી દ્વારા “ કારર્કિર્દી માર્ગદર્શક સેમિનાર” યોજાયો . જેમાં કાર્યક્ર્મની શરૂઆત પ્રાર્થના તેમજ દિપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી.ત્યારબાદ સાહેબશ્રી ઉદયભાઈ વ્યાસનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામા આવ્યુ હતુ. ત્યારબાદ રોજગાર નિયમક કચેરી ભાવનગરથી શ્રી ઉદયભાઈ વ્યાસે વિદ્યાર્થેઓને સરળ શબ્દોમાં ધોરણ 10 અને 12 પછી શું કરવુ અને રોજગારી કઈ રીતે મળવી શકાય તે વિગતવાર સમજાવવામા આવ્યુ હતું.અને પ્રોજેક્ટર દ્વારા ઓનલાઈન રોજગારી મેળવવા માટે રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તેની વિગતવાર સ્ક્રીનશોટ સાથે માહિતી આપી હતી.આમ શ્રીએસ.વી.દોશીના વિદ્યાર્થેઓને ભવિષ્ય માટે ખુબ જ ઉપયોગી માહિતી પૂરી પાડી હતી.આમ આ સેમિનારનો શાળામાં અભ્યાસ કરતા ધોરણ ૯ થી ૧૨ ના તમામ વિદ્યાર્થી ભાઈઓ-બહેનોએ લાભ લીધો હતો.
શ્રી ગણેશ ઉત્સવની ખુબ જ ઉત્સાહ અને ભક્તિભાવ પૂર્વક ઉજવણી.
આપણો દેશ વિવિધતામાં એકતા ધરાવે છે સાથે સાથે આપણા દેશના લોકો પણ ઉત્સવપ્રિય છે વર્ષ દરમિયાન અનેક ધાર્મિક,સામજિક તેમજ રાષ્ટ્રીય તહેવારો આવે છે એમાનો એક તહેવાર છે ગણેશ ઉત્સવ. શ્રી એસ.વી.દોશી હાઈસ્કૂલમાં પણ આ વર્ષે ગણેશ ઉત્સવ કરવામાં આવ્યો. તેમાં વિદ્યાર્થીઓએ પર્યાવરણ બચાવો અભિયાનને સમર્થન આપતા શ્રી ગણેશજીની ( ઈકો ફ્રેન્ડલી )માટીની મૂર્તિ જાતે જ તૈયાર કરી હતી.અને તેમની દરરોજ પ્રાર્થના સમયે પૂજા કરવામાં અવતી હતી. ત્યારબાદ પાંચમા દિવસે શાળામાં મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી.જેમાં શાળાના તમામ વિદ્યાર્થી ભાઈઓ-બહેનો ઉત્સાહ પૂર્વક જોડાયા હતા. તે દરમ્યાન મુખ્ય મહેમાન શ્રી ઉદયભાઈ વ્યાસ ( રોજગાર નિયામક મદદનીશ કચેરી,ભાવનગર ), શાળાના ટ્ર્સ્ટીશ્રી મગનભાઈ બુટાણી, પ્રવિણભાઈ ગજેરા તથા ગીરધરભાઈ વાઘેલા ગણેશજીની પૂજામાં જોડાયા હતા.અને છેલ્લા દિવસની આરતીનો લાભ લીધો હતો.અને મહાપ્રસાદમાં જોડયા હતા.ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા ગણેશજીની ઇકો ફ્રેન્ડ્લી મૂર્તિ નું વિસર્જન કરવામાં આવ્યુ હતુ.તે દરમ્યાન ‘ ગણપતિ બાપા મોરિયા, ઘીમા લાડુ ચોરિયા ‘ , ‘ એક દો તીન ચાર , ગણપતિ નો જયજયકાર’. વગેરે ના નાદ સાથે વાતાવરણ ભક્તિમય બન્યુ હતુ.આમ એસ.વી.દોશી હાઈસ્કૂલમાં ગણેશ ઉત્સવની ઉજવણી ખુબ જ ઉત્સાહ અને ભક્તિભાવ પૂર્વક કરવામાં આવી હતી.
શ્રી એસ.વી.દોશી હાઈસ્કૂલ કુંભણમાં સ્વયં શિક્ષકદિનની ઉત્સાહ સાથે ઉજવણી.
પ મી સપ્ટેમ્બર એટલે ડો.સર્વોપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ અને સ્વયં શિક્ષકદિન.આજે શ્રી સૂરજબેન વિનોદરાય દોશી હાઈસ્કૂલ કુંભણ ખાતે શિક્ષણ દિનની ઉજવણી ગૌરવ અને ઉત્સાહભેર કરવામાં આવી. તેમાં વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લઈને એક દિવસ માટે શિક્ષકની ભૂમિકા ભજવી હતી. તથા શાળામાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં અલગ અલગ પ્રથમ દ્વિતિય અને તૃતિય ત્રણ ક્રમ આપીને તેમને આજના દિવસના મુખ્ય અતિથી શ્રી મેનેજર સાહેબ શ્રી SBI શાખા-કુંભણ ના હસ્તે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તથા આજના દિવસ માટે શિક્ષકની ભૂમિકા ભજવનાર તમામ શિક્ષક ભાઈ-બહેનોને એક-એક વૃક્ષ અર્પણ કરવામાં આવ્યા હતા.આમ સ્વયં શિક્ષકદિનની ઉજવણી શાળામાં ઉમંગભેર કરવમાં આવી હતી.
શ્રીમતિ એસ.વી.દોશી હાઈસ્કૂલ કુંભણમાં જન્માષ્ટમી પર્વની ઉમંગભેર ઉજવણી.
શ્રીમતિ સૂરજબેન વિનોદરાય દોશી હાઈસ્કૂલ કુંભણ ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી,જેમાં કાર્યક્રમની શરૂઆત ભગવાન શ્રી ક્રિશ્નને પ્રિય એવા “ ગોપી ગીત” વિદ્યાર્થી ભાઈ-બહેનો દ્વારા ગાઈને કરવામાં આવી હતી.ત્યારબાદ વિદ્યાર્થી ભાઈ-બહેનો દ્વારા રાધા-ક્રિશ્ન ભક્તિ-ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આચાર્ય સાહેબ તેમજ શિક્ષકગણ દ્વારા પણ જન્માષ્ટમી પર્વની ઉજવણીનું ભારતીય સંસ્કૃતિમાં મહત્વ સમજાવવામાં આવ્યુ હતુ.ત્યારબાદ ભગવાન શ્રી ક્રિશ્નને પ્રિય એવા “રાસ” ની પણ વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા રમઝટ કરી હતી.ત્યારબાદ વિદ્યાર્થી ભાઈ-બહેનો દ્વારા દોરડા-ખેંચની સ્પર્ધા કરવામાં આવી હતી.અને ત્યારબાદ મટકીફોડ નો કાર્યક્ર્મ કરવાં આવ્યો હતો, જેમાં મેઘરાજાની વિશેષ ઉપસ્થિતિથી વિદ્યાર્થીઓના આનંદ અને ઉત્સાહમાં વધરો થયો હતો,ત્યારબાદ સૌ મળીને ભગવાન શ્રી ક્રિશ્નની આરતી કરી અને પ્રસાદી લઈને છૂટા પડ્યા હતા.
રક્ષાબંધન પર્વની ઉજવણી
શ્રીમતી સૂરજબેન વિનોદરાય દોશી હાઈસ્કૂલ કુંભણ ખાતે આજે રક્ષાબંધન પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.જેમાં વિદ્યાર્થી ભાઈ-બહેનો ઉત્સાહ પૂર્વક જોડાયા હતા. તેમજ બહેનોએ ભાઈઓ માટે રાખડી બનાવી હતી અને જેમાં અદ્ભુત કલાના નમુનાઓ જોવા મળ્યા હતા.તેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય એમ નંબર સાથે ઈનામ આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા. અને વિદ્યાર્થી ભાઈ બહેનોએ શાળાના મેદાનમાં ઊભા રહીને વિશાળ રાખડીનું ચિત્ર બનાવ્યું હતું.જે પ્રસ્તુત તસવીર માં દ્રશ્યમાન થાય છે.