News
શ્રી રામ જન્મોત્સવની સૌને ખુબ ખુબ શુભકામનાઓ
રાજધર્મ તથા કર્તવ્ય પાલનમાં ભારતીય સંસ્કૃતિમાં શ્રેષ્ઠ વ્યક્તિત્વ એટલે ભગવાન શ્રીરામ. આજે તેઓના જન્મોત્સવ રામ નવમીની સૌને ખુબ ખુબ શુભકામનાઓ...
ફ્યુચર ઓફ કુંભણ એવોર્ડ કાર્યકમ ખુબ જ ધામધૂમથી કરવામાં આવ્યો
પરમ પૂજય શ્રી શરદભાઈ વ્યાસ પ્રેરિત શ્રી એસ.વી.દોશી હાઈસ્કૂલ કુંભણ ખાતે ફ્યુચર ઓફ કુંભણ એવોર્ડ કાર્યકમ ખુબ જ ધામધૂમથી કરવામાં આવ્યો હતો. જેમાં પ.પૂ.શ્રી નિર્ભયરામબાપુ (નકળંગ ધામ આશ્રમ -કુંભણ), પ.પૂ.શ્રી શરદભાઈ વ્યાસ ( આંતરરાષ્ટ્રીય કથાકાર), શ્રી બીપીનભાઈ વી.દોશી (શાળાના દાતાશ્રી), શ્રી શિવાભાઈ ગોહિલ (ધારાસભ્યશ્રી મહુવા તાલુકા),શ્રી ઘનશ્યામભાઈ પટેલ(ચેરમેન શ્રી APMC - મહુવા ),ડૉ.કમલેશભાઈ જોશી સાહેબ તથા ઘણાબધા સમાજ શ્રેષ્ઠીશ્રીઓએ કાર્યક્રમમાં હાજરી આપી કાર્યક્રમને દીપાવ્યો હતો.જેમાં ધો- ૯ થી ૧૨ માં પ્રથમ ૩ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓ તેમજ શાળામાં અભ્યાસ કરીને સરકારી જોબ અથવા કોઈ ઉચ્ચ પદવી મેળવનાર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એવોર્ડની સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ કાર્યકામમાં શાળાના વિદ્યાર્થેઓએ પણ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો.આમ ફ્યુચર ઓફ કુંભણ એવોર્ડ કાર્યક્રમ ખુબ જ ઉમંગ અને ઉત્સાહ સાથે પૂર્ણ થયો હતો.
શ્રી રામ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ ની ઊજવણી
પરમ પૂજ્ય શ્રી શરદભાઈ વ્યાસ પ્રેરિત શ્રી એસ.વી.દોશી હાઈસ્કૂલ કુંભણ ખાતે રાષ્ટ્રનો સુવર્ણ દિવસ એવો અયોધ્યા નગરીમાં શ્રી રામ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ ની ઊજવણીનાં ભાગ રૂપે શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા જુદી જુદી રંગોલી દોરી શાળાને સુશોભિત કરવામાં આવી હતી અને ત્યારબાદ સૌ વિદ્યાર્થીઓએ આ દિવ્ય ક્ષણને પ્રોજેક્ટરના માધ્યમથી લાઈવ પ્રસારણમાં નિહાળી અને દિવ્ય ક્ષણનાં સાક્ષી બન્યા હતા. અને સૌએ ભગવાનશ્રીની આરતી પણ ઉતારી હતી અને સૌએ સાથે બપોરનું ભોજન પણ લીધું હતું. આમ શાળામાં આ દિવ્ય પર્વની ઉજવણી ખુબ જ ઉત્સાહ અને ધામ-ધૂમથી કરવામાં આવે હતી...
શ્રી સ્વામી વિવેકાનંદ લેખિત ક્વીઝ સ્પર્ધા ૨૦૨૩-૨૪
શ્રી એસ.વી.દોશી હાઈસ્કૂલ કુંભણમાં શાળા કક્ષાએ યોજાયેલ શ્રી સ્વામી વિવેકાનંદ લેખિત ક્વીઝ સ્પર્ધા ૨૦૨૩-૨૪ માં ધોરણ -૯ નાં વિદ્યાર્થીની બહેન લાફકા શોભાબેન બિજલભાઈ એ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ...