શ્રી સૂરજબેન વિનોદરાય દોશી હાઈસ્કૂલ કુંભણમાં શૈક્ષણિક પ્રવાસ “ સૌરાષ્ટ્રની એક સફર “ નું આયોજન કરવામાં આવ્યુ હતું.જેમાં વિદ્યાર્થી બહેનો તથા ભાઈઓ ઉત્સાહભેર પ્રવાસનો આનંદ માણ્યો હતો.જેમા સૌરાષ્ટ્ર વિસ્તાર ના અલગ- અલગ સ્થળો તથા તીર્થ સ્થાનોની મુલાકાત લેવામાં આવી હતી.પ્રવાસનો સમયગાળો ૪-દિવસ અને ૩ રાત્રી હતો.સાથે સાથે શાળાનાં ચેરમેન બિપીનભાઈના મિત્ર એવા વિક્રમભાઈ તન્નાનો સારો એવો સહકાર મળ્યો હતો તેમણે શાળામાંથી ગયેલ પ્રવાસીઓ માટે રહેવા જમવાની ,સવારે ચા-નાસ્તો તેમજ સોમનાથ મહાદેવ મંદિરમાં પ્રદર્શિત થતા લાઈટ શો-માટેની વ્યવસ્થા પણ કરી આપીહતી.આમ વિક્રમભાઈએ આ વ્યવસ્થા કરી અને સાથે ખડેપગે ઉભારહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.જેનો શાળા પરિવાર આભારી છે.સાથે શાળાનાં ટ્રસ્ટ્રી એવા મગનદાદા બુટાણી પણ સાથી રહીને માર્ગદર્શન પુરૂ પાડયુ હતુ.અને શિક્ષકમિત્રોએ જરૂરપડે ત્યા ખડેપગે ઉભા રહીને વ્યવસ્થા સંભાળી હતી.