Skip to the content

News

શ્રીમતિ એસ.વી.દોશી હાઈસ્કૂલ કુંભણમાં જન્માષ્ટમી પર્વની ઉમંગભેર ઉજવણી.

શ્રીમતિ સૂરજબેન વિનોદરાય દોશી હાઈસ્કૂલ કુંભણ ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી,જેમાં કાર્યક્રમની શરૂઆત ભગવાન શ્રી ક્રિશ્નને પ્રિય એવા “ ગોપી ગીત” વિદ્યાર્થી ભાઈ-બહેનો દ્વારા ગાઈને કરવામાં આવી હતી.ત્યારબાદ વિદ્યાર્થી ભાઈ-બહેનો દ્વારા રાધા-ક્રિશ્ન ભક્તિ-ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આચાર્ય સાહેબ તેમજ શિક્ષકગણ દ્વારા પણ જન્માષ્ટમી પર્વની ઉજવણીનું  ભારતીય સંસ્કૃતિમાં મહત્વ સમજાવવામાં આવ્યુ હતુ.ત્યારબાદ ભગવાન શ્રી ક્રિશ્નને પ્રિય એવા “રાસ” ની પણ વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા રમઝટ કરી હતી.ત્યારબાદ વિદ્યાર્થી ભાઈ-બહેનો દ્વારા દોરડા-ખેંચની સ્પર્ધા કરવામાં આવી હતી.અને ત્યારબાદ મટકીફોડ નો કાર્યક્ર્મ કરવાં આવ્યો હતો, જેમાં મેઘરાજાની વિશેષ ઉપસ્થિતિથી વિદ્યાર્થીઓના આનંદ અને ઉત્સાહમાં વધરો થયો હતો,ત્યારબાદ સૌ મળીને ભગવાન શ્રી ક્રિશ્નની આરતી કરી અને પ્રસાદી લઈને છૂટા પડ્યા હતા.

રક્ષાબંધન પર્વની ઉજવણી

  

શ્રીમતી સૂરજબેન વિનોદરાય દોશી હાઈસ્કૂલ કુંભણ ખાતે આજે રક્ષાબંધન પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.જેમાં વિદ્યાર્થી ભાઈ-બહેનો ઉત્સાહ પૂર્વક જોડાયા હતા. તેમજ બહેનોએ ભાઈઓ માટે રાખડી બનાવી હતી અને જેમાં અદ્ભુત કલાના નમુનાઓ જોવા મળ્યા હતા.તેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય એમ નંબર સાથે ઈનામ આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા. અને વિદ્યાર્થી ભાઈ બહેનોએ શાળાના મેદાનમાં ઊભા રહીને વિશાળ રાખડીનું ચિત્ર બનાવ્યું હતું.જે પ્રસ્તુત તસવીર માં દ્રશ્યમાન થાય છે.