આજરોજ શ્રી એસ.વી.દોશી હાઈસ્કૂલ કુંભણ ખાતે શાળાના ચેરમેન અને દાતાશ્રી બિપીનભાઈ વી.દોશી અને રીટાબેન દોશી તથા કેતનાબેન દોશી અને “શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર” આશ્રમમાંથી શ્રી અનિતાબેન તથા શ્રધ્ધાબેન પણ શાળાની શુભેચ્છા મુલાકાતે પધારેલ.અને વિદ્યાર્થીઓને જુદી જદી પ્રવૃતિઓ સાથે શિક્ષણકાર્ય પણ કરાવેલ.અને વિદ્યાર્થી ભાઈ-બહેનો પણ ઉત્સાહ જોડાયેલ.
News
Farewell ceremony (વિદાય સમારંભ)
શ્રી એસ.વીદોશી હાઈસ્કૂલ કુંભણ ખાતે ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાઈ ગયો, જેમાં કાર્યક્રમનાં મુખ્ય અતિથી તરીકે ભાગવત કથાકાર પૂજ્ય શ્રી શરદભાઈ વ્યાસ,કુંભણ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી હોથીભાઈ જાજડા તથા ઉપસરપંચશ્રીએ હાજરી આપી હતી અને પ્રસંગને અનુરુપ સંબોધન કર્યુ હતું,કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ ભાવુક બની ગયા હતા,ત્યારબાદ વિદ્યાર્થીઓમાં આઈસ્ક્રીમનું વિતરણ કરી અને મોં મીઠા કરાવ્યા હતા. આ ઉપરાંત આ પ્રસંગ નિમિત્તે વિદાયલેતા વિદ્યાર્થીઓએ શાળાને જરુરી સામાનની ભેટ પણ આપી હતી.