પરમ પૂજય શ્રી શરદભાઈ વ્યાસ પ્રેરિત શ્રી એસ.વી.દોશી હાઈસ્કૂલ કુંભણ ખાતે ફ્યુચર ઓફ કુંભણ એવોર્ડ કાર્યકમ ખુબ જ ધામધૂમથી કરવામાં આવ્યો હતો. જેમાં પ.પૂ.શ્રી નિર્ભયરામબાપુ (નકળંગ ધામ આશ્રમ -કુંભણ), પ.પૂ.શ્રી શરદભાઈ વ્યાસ ( આંતરરાષ્ટ્રીય કથાકાર), શ્રી બીપીનભાઈ વી.દોશી (શાળાના દાતાશ્રી), શ્રી શિવાભાઈ ગોહિલ (ધારાસભ્યશ્રી મહુવા તાલુકા),શ્રી ઘનશ્યામભાઈ પટેલ(ચેરમેન શ્રી APMC - મહુવા ),ડૉ.કમલેશભાઈ જોશી સાહેબ તથા ઘણાબધા સમાજ શ્રેષ્ઠીશ્રીઓએ કાર્યક્રમમાં હાજરી આપી કાર્યક્રમને દીપાવ્યો હતો.જેમાં ધો- ૯ થી ૧૨ માં પ્રથમ ૩ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓ તેમજ શાળામાં અભ્યાસ કરીને સરકારી જોબ અથવા કોઈ ઉચ્ચ પદવી મેળવનાર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એવોર્ડની સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ કાર્યકામમાં શાળાના વિદ્યાર્થેઓએ પણ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો.આમ ફ્યુચર ઓફ કુંભણ એવોર્ડ કાર્યક્રમ ખુબ જ ઉમંગ અને ઉત્સાહ સાથે પૂર્ણ થયો હતો.