Skip to the content

News

શ્રી રામ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ ની ઊજવણી

પરમ પૂજ્ય શ્રી શરદભાઈ વ્યાસ પ્રેરિત શ્રી એસ.વી.દોશી હાઈસ્કૂલ કુંભણ ખાતે રાષ્ટ્રનો સુવર્ણ દિવસ એવો અયોધ્યા નગરીમાં શ્રી રામ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ ની ઊજવણીનાં ભાગ રૂપે શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા જુદી જુદી રંગોલી દોરી શાળાને સુશોભિત કરવામાં આવી હતી અને ત્યારબાદ સૌ વિદ્યાર્થીઓએ આ દિવ્ય ક્ષણને પ્રોજેક્ટરના માધ્યમથી લાઈવ પ્રસારણમાં નિહાળી અને દિવ્ય ક્ષણનાં સાક્ષી બન્યા હતા. અને સૌએ ભગવાનશ્રીની આરતી પણ ઉતારી હતી અને સૌએ સાથે બપોરનું ભોજન પણ લીધું હતું. આમ શાળામાં આ દિવ્ય પર્વની ઉજવણી ખુબ જ ઉત્સાહ અને ધામ-ધૂમથી કરવામાં આવે હતી...

શ્રી સ્વામી વિવેકાનંદ લેખિત ક્વીઝ સ્પર્ધા ૨૦૨૩-૨૪

શ્રી એસ.વી.દોશી હાઈસ્કૂલ કુંભણમાં શાળા કક્ષાએ યોજાયેલ શ્રી સ્વામી વિવેકાનંદ લેખિત ક્વીઝ સ્પર્ધા ૨૦૨૩-૨૪ માં ધોરણ -૯ નાં વિદ્યાર્થીની બહેન લાફકા શોભાબેન બિજલભાઈ એ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ...

GETCO (ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લી.)ની ટીમ દ્વારા સેમિનારનુ આયોજન

પરમ પૂજ્ય શ્રી શરદભાઈ વ્યાસ પ્રેરિત શાળા શ્રી એસ.વી.દોશી હાઈસ્કૂલ કુંભણમાં તા.૧૨/૦૧/૨૦૨૪ ના રોજ GETCO (ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લી.)ની ટીમ દ્વારા ઉતરાયણમાં પતંગ ચગાવતી વખતે વીજ-પોલ કે વીજળીની ચાલુ લાઈન થી કેવી રીતે સાવચેતી રાખવી અને ઉતરાયણમાં બેદરકારી ના લીધે કેવા પ્રકારના અકસ્માત થઈ શકે અને તેનાથી કેવી રીતે બચવુ તે બાબતે સેમિનારનુ આયોજન કરવામા આવ્યુ હતુ. તથા તમામ વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા.જે પ્રસ્તુત તસ્વીરમાં દ્રશ્યમાન થાય છે.